શું તમે જાણો છો કે ભારતમાં અને દુનિયાભર માં રજા નો દિવસ રવિવાર જ કેમ?

શું તમે જાણો છો કે ભારતમાં અને દુનિયાભર માં રજા નો દિવસ રવિવાર જ કેમ?


વાત જાણે એમ છે કે રજાનો દિવસ રવિવાર જ કેમ? તો હકીકત ક્યાંક એવી છે કે જ્યારે અંગ્રેજોનું શાસન હતું એ સમયમાં ભારતમાં મજુર સાતેય દિવસ કામ કરતા અને આરામ માટે એક પણ દિવસ ન હતો. એ સમય દરમ્યાન મજુરો ના આગેવાન નારાયણ મેઘાજી લોખંડે એ ૧૮૮૧ માં રવિવાર ની રજા માટે પ્રસ્તાવ મુક્યો. ત્યારે અંગ્રેજો એ સ્વીકારવા તૈયાર ન હતા. આખરે ૮ વર્ષ ની મથામણ પછી ૧૦ જૂન ૧૮૯૦ માં બ્રિટિશ શાસન ને એ પ્રસ્તાવ સ્વીકારવો પડ્યો અને ત્યાર થી ભારત માં રવિવાર ની રજા આપવામાં આવે છે. 


લોખંડે એવું માનતા કે નોકરી મળી છે તો એ સમાજ ને કારણે મળી છે. તો સમાજ સેવા કરવા માટે રવિવાર ની રજા હોવી જોઈએ.

જોકે બીજા દેશો માં રવિવારની રજા ની પ્રથા ઘણા સમય થી ચાલતી હતી. તેમની પાછળના ઘણા બધા ધાર્મિક અને સામાન્ય કારણો હતા. એવું માનવામાં આવતું કે કામના દિવસો માં એક દિવસ ભગવાનની પ્રાર્થના માટે હોવો જોઈએ. એટલા માટે રવિવારની રજા હોવી જોઈએ. અને ઘણા નું માનવું એવું હતું કે શરીર ને  અને મન ને પણ આરામ મળવો જોઈએ. ભારત માં હિન્દૂ ધાર્મિક રીતે રવિવાર એ સૂર્ય નારાયણ નો દિવસ એ બધા ગ્રહો ના સ્વામી કહેવાય આથી એમની પૂજા માટે રવિવાર ની રજા હોવી જોઈએ એવું માનવામાં આવતું.

ત્યારબાદ ૧૯૮૬ માં IOS(INTERNATIOAL ORGENIZATION FOR STANDARDIZATION) એ પણ માન્યું કે અઠવાડિયામાં એક દિવસ એટલે કે રવિવારની રજા આવશ્યક છે. અને આંતરરાષ્ટ્રીય સ્તરે રવિવારની રજા લાગુ પાડી.

જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.

Post a comment